STORYMIRROR

દક્ષેશ ઇનામદાર

Romance

3  

દક્ષેશ ઇનામદાર

Romance

પીડે વિરહમાં નાખે લાખ નિસાસ

પીડે વિરહમાં નાખે લાખ નિસાસ

1 min
169

દિવસે પીડે યાદ તારી વિરહમાં વીતે રાત..

ખાલી બાંહે તડપતી નાખે લાખ નિસાસ.


દિવસે પીડે યાદ તારી વિરહમાં વીતે રાત..


તનથી પિડુ મનથી પિડુ પિડુ હું દિનરાત..

આંખો ભીની આશ ખૂટી શું કરું હું ઉપાય ..


દિવસ પીડે યાદ તારી વિરહમાં વીતે રાત ..


વાટ જોઈ જોઈ થાક્યું દિલ કદી ના હારે હામ.

આસ્થા પ્રબળ ખૂબ મારી વિધાતા પૂરશે આશ.


દિવસે પીડે યાદ તારી વિરહમાં વીતે રાત.

ખાલી બાંહે તડપતી નાખે લાખ નિસાસ..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance