અપાર પ્રેમ
અપાર પ્રેમ


નવપલ્લીત કર્યું વૃક્ષ લીધી કાળજી બની પ્રેમમાળી.
સીંચ્યું પ્રેમજળ રોમ રોમ સંવારી ભીની નજાકત ભરી.
શીખવ્યું ઘણું મીઠાં બોલથી કર્યો વિચાર કલ્પપ્રેમ ભરી.
કરું રક્ષા હર ઘડી ના આવે એક ઘસરકો તન મન કદી.
કરું અપાર પ્રેમ કોઈએ કદી ના કર્યો એવો હું આભ ભરી.
જીવથી જોડ્યો જીવ "દીલ" બન્યું એક સાથ યુગો ભણી.