મળ્યાં બે જીવ
મળ્યાં બે જીવ


જોડી બનાવી દાતાએ ખૂબ સમજી સરખા ગુણોથી ભરી.
લાવશે નવા રંગ આ પ્રેમિદિલની જોડી પ્રેમમાં રંગ પૂરી.
મેળવ્યા બંને જીવને નાં જાણે કેટલા વિરહ પછી ?
રડતાં રહ્યા હ્રદય મન એ રુણાનુંબંધનાં જ થકી.
ના સમય પ્રહર સંજોગ જોયોને મેળવ્યા છે આખિર,
જીવ થી જીવ મળી ગયા જાણે નાં છૂટશે એ કદી.
સામા વહેણે તરવા જેવી હામ છે ખૂબ ભીડી,
નહી ડૂબાડે દાતા જ્યારે એજ મિલાવે છે બે દીલ.
ના કોઈથી વેર છે નથી કોઈથી કદી તકરાર,
છૂટા પડેલા જીવને હવે ખુશીથી મળવાદો ને સરકાર.
પ્રેમની સીધી ડગર છે ચાલ્યા આવતા સાથમાં બે જીવ,
"દિલ"થી સ્વીકારીલો એકમેકના માટે બનેલા આ બે જીવ.