સવાલ સોનાનો
સવાલ સોનાનો
મીંડાની કાંઈ કિંમત નથી,
આગળ લાગે તો કાંઈ ના વળે,
પાછળ લાગી જાય તો સહુ વળે,
સંબંધોનું પણ આવું જ છે સાહેબ,
દુનિયા સામે દેખાડાનાં સંબંધો આગળ લાગેલા મીંડા જેવા,
અંતરમન સાથેના આંતરિક સંબંધો દુનિયા જીતાડે,
કળિયુગમાં કામણ બસ આ 'સ્વાર્થ'ના સિક્કાનું છે,
બાકી પ્રેમ તો ૨૦૦૦ની કડકડતી નોટ જેવો છે,
સંબધોની ગરિમા નથી રહેતી,
લોકો દુનિયા બદલવા નીકળે છે!
વૉરન્ટી, ગેરંટી વગરના આ સંબંધોમાં,
એક્સપાયરી ડેટ જરૂર હોય છે,
આ તે કેવા સંબંધો છે સાહેબ!
જે આવે છે અણધાર્યા, લાગે છે અજાણ્યા,
ધીમે-ધીમે પોતાના ને આખરે પારકાં?