STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Drama

3  

Jaya. jani. Talaja."jiya"

Drama

સૂર્યાસ્ત

સૂર્યાસ્ત

1 min
249

સૂર્યાસ્ત તો સાંજે થવાનો હતો, 

એ પહેલાં સૂર્ય ધરા પર,

હર્યો,ફર્યો,ને મન મૂકી ઘુમ્યો, 

વહેલી સવારે, ઝાકળ સાથે

મસ્તીએ ચડ્યો,


ખુશી ખુશી જંગલમાં ફર્યો,

ચરતાં પશુ,ચણતાં પક્ષી,

સાથે આનંદ કરતો રહ્યો,

ભર બપોરે પર્વતનાં પારણે, 

એકચિત્તે શાંતિથી પોઢીયો, 


સાંજે નદીમાં નાઈ,

જુએ ઘરે જતી ગાય,

એ મનમાં મુસ્કુરાય,

સાંજ થતાં પશુ,પક્ષી

કેવાં શાંત થાય, 


સાંજ થતાં, 

પશુ,પક્ષી, કીડી કુંજર,

દાનવ,માનવ બધા

પોતપોતાના ઘરે જાય, 

સૂર્ય એકલો ક્ષિતિજે મુંજાય, 

આકાશે લાલ કેસૂડા રંગથી સોહાય, 


લઈ રાતનો પછેડો,સૂર્યને પણ સૂવું હતું,

ધારણ કરી મૌન,ધરાની રજા લેવા જાય,

કળા સંકેલી સૂર્ય શાંત થઈ અસ્ત થાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama