STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract

સૂરજને વિનંતી

સૂરજને વિનંતી

2 mins
361

એ સૂરજ તારા કેટલા રૂપ ?

સવારે તું કુમળા બાળક જેવો,

કિરણોનો લઈને આવે ભારો,

ઊંઘતા ફૂલોને તું જગાડે,

હવાને તું બહેકાવેે,

પંખીને ચહેકાવેે,

પનિહારીના બેડાને ચમકાવે,

આ ફૂલોનું મો મલકાવે,

આ ઝરણાંને રૂમઝૂમ ગતિ આપે,

સવારે તું કેવો શીતળ અને સૌમ્ય,

 નાના બાળક જેમ ડગલાં ભરતો, ખિલખિલાટ કરતો,

એવો તું સૌનો પ્યારો સૌનો દુલારો,

પણ આમ બપોર થતાં તને શું ચડે ધૂન ?

આમ ગુસ્સાથી લાલચોળ,

આમ  ક્રોધનો કેમ વહેવડાવે ધોધ ?

જોને ! આ તારું રૂપ જોઈ હવા પણ સહેમી ગઈ,

જોને આ પંખી ઓ પણ માળા માં ભરાયા,

જોને આ બાળકો સહિત બધા ઘરમાં પુરાયા,

કોઈ માગે આઈસ્ક્રિમ,

 તો કોઈ માગે શરબત,

કોઈ માગે એસી,

તો કોઈ માગે કૂલર,

રહેવું બધાને ફૂલ,

આમ બુલેટ ટ્રેઈનની ઝડપે તું ચાલે,

થોડો લોકલ ટ્રેઈનની જેમ ચાલને,

તને જોવા મળશે આ બાગ બગીચા,

તને જોવા મળશે આ નદીના ચહેરાા,

તને જોવા મળશે આ પહાડની ટોચ,

તને જોવા મળશે આ શાંત સમંદર,

આમ આટલી ઝડપે તારે ક્યાં જવું ?

તું નિરાતે ચાલનેે,

તું આ ગૃહિણી ની જેમ ઝડપ કા કરે ?

એને તો ટિફિન નાસ્તા, સ્કૂલ, ઓફિસ, રસોઈ,

ઘરકામ તે ઉપરાંત બધા ના સ્વભાવ પણ સાચવવાના,

તોય તે શાંત બરફ જેવી ઠંડી હોય ,

પણ તારે શું કામ છે ?

થોડો ગુસ્સો ઓછો કરને,

જોને આ ફૂલો ના ચહેરા મુરઝાયેલા,

પિતા ના ગુસ્સા ના બીક થી સંતાય બાળક ખૂણામાં,

એમ જોને આ વાદળ સંતાયું,

 આ હવા પણ થંભી ગઈ,

આ પાન પણ જોને ઘરેથી હોમવર્ક

કરીને ના ગયા હોય,

 અને શિક્ષક આવતા વિદ્યાર્થી ગભરાઈ

એમ ગભરુ થઈ ગયાા,

પણ સાંજ થતાં તો તું,

 વાયદો આપીને ફરવા ના લઈ જનાર પતિ જેમ ચૂપ ચાપ ઘરે જાય,

 એમ તું શાણો થઈ જાય,

રમી રમીને લોથ પોથ થઈ ગયેલા બાળક જેવો ઢીલો ઢફ થઈ જાય,

  માં ની ગોદમાં કોઈ બાળક સંતાય એમ તું ક્ષિતિજે છૂપાઈ,

આમ અલગ અલગ રૂપ તારા,

પણ મને આ તારું લાલચોળ ગુસ્સા ઓકતો,

ચહેરો નથી ગમતો,

 તારો ગુસ્સો ઓછો કરને,

મને તો પ્યારો તારો શાંત સૌમ્ય ચહેરો,

મને તો વહાલો આ તારો સાંજનો ચહેેરો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract