સૂરજના શિશુ અભિમન્યુ સમ
સૂરજના શિશુ અભિમન્યુ સમ
1 min
393
સૂરજના શિશુ અભિમન્યુ સમ…
ભોર સંધ્યાની ભાષા ભાખી
દેવ સૂરજ રે ઘૂમતા
રાત અંધારીને આંતરવા
દીપ થઈ અમે ટમટમતા,
પંથ ઉજાશના સેનાની શૂરા
પાવનતાના દ્યોતક
ઘરના ટોડલે બેઠકું અમારી
આંગણ દીપે પાવક,
સૂરજના શિશુ અભિમન્યુ સમ
અંતર ચેતનાના રે છડીદારા
ના કદી ડરતા અમે વિપદાથી
વૈભવ અજવાસું ધરે ટંકારા,
ડુંગરા અંધારાના હડસેલી
નજરાણું પરોઢનું ધરતા
સમર્પણથી સ્વયં ઉજાશી
આશ મંગલા ભરતા,
થઈ દિલ દીવડા તેજ ધરજો
છે અંતર સુખડાં સાચાં
દીપાવલિની શુભ ખુશહાલી
ટમટમીએ ઉરે સુખડાં