Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance

4.5  

Dhanjibhai gadhiya "murali"

Romance

સૂરજ મલકી ગયો

સૂરજ મલકી ગયો

1 min
377


તારી નજરથી નજર મળી મારી,

ઇશારાથી તારી ભાષા સમજાણી,

પાંપણો તારી પ્રેમભરી પલકાણી,

તે જોઈને સૂરજ ખૂબ મલકી ગયો.


મુજ સમીપ તું દોડી આવીને ઉભી,

નજર નીચી કરી તું ખૂબ શરમાણી,

તિરછી નજરે જોઈ ધાયલ કરનારી ,

તે જોઈને સૂરજ ખૂબ મલકી ગયો.


દિલની ધડકન મારી તેજ બની ગઈ,

શ્ચાસોની સરગમ તાલ મેળ કરી ગઈ,

પ્રેમથી મારા દિલમાં આવીને સમાણી,

તે જોઈને સૂરજ ખૂબ મલકી ગયો.


અધરોથી શબ્દોની સરિતા વહી ગઈ,

દિલમાં પ્રેમની જ્યોતને પ્રગટાવી ગઈ,

"મુરલી" તારા પ્રેમની રોશની ફેલાણી, 

તે જોઈને સૂરજ ખૂબ મલકી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance