સૂરજ આથમ્યો આભમાં
સૂરજ આથમ્યો આભમાં


સૂરજ આથમ્યો આભમાં ને,
તારલિયા વળ્યા ટોળે કે,
અજવાળા નહિ ઘટે રે લોલ !
પહેર્યા તારાઓએ ધોળા લૂગડાં ને,
છલકાવ્યા ખોટા દુખડાં કે,
સૂરજ વિના નહિ હાલે રે લોલ !
પછી એના સમય વિત્યા થોડાને,
ભૂલી ગયા સુરજને બધા કે,
કોણ કહે યાદ નહિ ઘટે રે લોલ !
સૂરજ આથમ્યો○...
સુરજ કરતો ચિંતા વ્યર્થમા કે,
મારી વિના કેમ હાલશે સંસાર કે,
મારી જગ્યા રહેશે ખાલી રે લોલ !
નાના ચાંદાએ લીધા એના સ્થાનને,
પછી થયા હશે સુરજને ભાન કે,
>
એની હાજરી નહિ ઘટે રે લોલ !
સૂરજ આથમ્યો○…
હોઈ ભલે મોટા નામ પણ,
થાશે એક દી’ બધા અસ્ત કે,
કાયમી કોઈ નહિ ચમકે રે લોલ !
એકની ચમક ખૂટતા જ રે,
ચમકવા બીજો હશે તૈયાર કે,
ચમક કોઈ દી’ નહિ ઘટે રે લોલ !
સૂરજ આથમ્યો○...
હોઈ ભલે ધનને મોટા રાજ પણ,
આ સંસાર સમરે કામને કે,
બાકી કોઈ યાદ નહિ રહે રે લોલ !
તારી પણ કાંઈ નથી કિંમત રે,
‘અર્જુન’ સાંભળ તુ એ સત્ય કે,
સિંધુમા બિંદુ નહિ ઘટે રે લોલ !
સૂરજ આથમ્યો○....