સૂમસામ જીંદગી
સૂમસામ જીંદગી
શું થયું છે મારા મનને?
તે હમેશા વિચાર્યા કરે છે,
જે ચાલી ગઈ છે મને છોડીને,
તેની યાદ આવ્યા કરે છે.
ભૂલવા ઈચ્છુ છું હું તેને,
તેના ભણકારા વાગ્યા કરે છે,
રાતભર તેના વિરહમાં ડૂબીને,
મારૂં દિલ તડપ્યા કરે છે.
ખબર નથી આ મારા મનને,
તેના વિરહમાં તરસાવ્યાં કરે છે,
મારી આંખોથી આંસુ વહાવીને,
ચહેરાને હસાવ્યા કરે છે.
આ એકલાપણું આજે મુજને,
હરપળ સાથ આપ્યા જ કરે છે,
"મુરલી" ની ખુશીભરી જીંદગીને,
સૂમસામ બનાવ્યા કરે છે.
રચના-ધનજીભાઈગઢીયા"મુરલી" (જુનાગઢ)

