સુંદરતાની અસર
સુંદરતાની અસર
અદૃભૂત સુંદર છે સૂરત તારી,
તેને જોઈને મોહિત થઈ જવાય છે,
કજરાળી તિરછી આંખો છે તારી,
તેને જોઈને ઘાયલ બની જવાય છે,
સૂરીલી બોલી છે અધરોની તારી,
તેને જોઈને શાયર બની જવાય છે,
ઈશારા કરી રહી છે આંગળીઓ તારી,
તેને જોઈને દિવાના બની જવાય છે,
નખરાળી મતવાલી ચાલ છે તારી,
તેને જોઈને મસ્તી છવાઈ જાય છે,
ગજબની અસર છે યૌવનની તારી,
તેને જોઈને મદહોશ બની જવાય છે,
અતિ મધુર મુસ્કાન છે મુખની તારી,
તેને જોઈને ધડકન વધી જાય છે,
જાદુઈ પ્રભાવ છે તારા પ્રેમનો 'મુરલી',
તારા પ્રેમમાં કાયમ ડૂબતા જવાય છે.

