STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

સુમધુર રૂપ જોઉં સદાય

સુમધુર રૂપ જોઉં સદાય

1 min
336


સુમધુર રૂપ જોઉં સદાય

સુધાસદન વસંત-મંદિર રૂપ જોઉં સદાય... સુમધુર


નેત્ર પ્રેમભર્યાં સ્થિર લઇ, બંધ વાણી સાથ,

હૃદયના શતશત કમલનો સજીને શણગાર... સુમધુર.


કાળ સ્થિતિ ને દેશ ભૂલી, રૂપનું કરું પાન,

પ્યાસ નિદ્રા ભૂખ ભૂલી, કરી સૌ કુરબાન... સુમધુર.


ક્ષણેક્ષણ રસમસ્ત વીતે, તૃપ્તિ ના, ન વિરામ,

પૂર્ણ આશક-શો બનીને, રૂપમય અભિરામ... સુમધુર.


ભૂલી મહિમા વદન વિધુથી ચરણ જોઉં રસાલ,

બની ‘પાગલ’ ઘેનમાં ના પલક પાડું કદાય... સુમધુર.


- શ્રી યોગેશ્વરજી


Rate this content
Log in

Similar gujarati poem from Classics