Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pallavi Oza

Classics Fantasy Inspirational

4  

Pallavi Oza

Classics Fantasy Inspirational

જીવન મસ્ત મજાનું

જીવન મસ્ત મજાનું

1 min
234


ખારા પાણીને મીઠા બનાવવા,

ઝેરને અમૃત બનાવવા,

વિભક્તને સંયુક્ત કુટુંબ બનાવવા,

આ જીવન મસ્ત મજાનુ.


હેલી પરોઢે ઉઠવુ,

બપોરે વામકુક્ષી કરવું,

રાત્રે વહેલું સુવું,

આ જીવન મસ્ત મજાનુ .


શિયાળામાં ગરમ ઓઢવું,

ઉનાળામાં ઠંડુ પાણી પીવું,

ચોમાસામાં વરસાદમાં નહાવું,

આ જીવન મસ્ત મજાનુ.


દાદા -દાદીના લાડ પામવા,

મમ્મી-પપ્પાના પ્યાર પામવા,

નાના-નાનીના હેત પામવા,

આ જીવન મસ્ત મજાનુ.


બાલમંદિરમાં તોફાન કરવા,

નિશાળમાં ધિંગામસ્તી કરવા,

કોલેજમાં રોફ જમાવવા.

આ જીવન મસ્ત મજાનુ.


શિયાળામાં ટાઢમાં ઠરવુ,

ઉનાળામાં ગરમીમાં શેકાવુ

ચોમાસામાં વરસાદમાં ભીંજાવું,

આ જીવન મસ્ત મજાનુ.


દિકરાને જીવનના પાઠ સમજાવવા,

દિકરીને જીવનનું ગણિત સમજાવવું,

વહુ બેટીને વ્યવહારૂ જ્ઞાન આપવું,

આ જીવન મસ્ત મજાનુ.


બાળપણમાં રમતો રમવી,

યુવાનીમાં કમાણી કરવી,

વૃદ્ધાવસ્થામાં માળા જપવી,

આ જીવન મસ્ત મજાનુ.


પક્ષીઓનો કલબલાટ સાંભળવો,

પશુઓનો હણહણાટ સાંભળવો,

પ્રાણીઓની ગર્જના સાંભળવી,

આ જીવન મસ્ત મજાનુ.


સંક્રાંતમાં પંતગ ચગાવવા,

ધૂળેટીમાં કલર ઉડાડવા,

દિવાળીમાં ફટાકડા ફોડવા,

આ જીવન મસ્ત મજાનુ


Rate this content
Log in