ચારેકોર ચર્ચાઈ ગયું
ચારેકોર ચર્ચાઈ ગયું


પ્રેમનું ગીત મારું ચારેકોર ગવાઈ ગયું
નામ મારું આમ ચારેબાજુ છવાઈ ગયું
પહેલી નજરમાં કોઈએ કામણ કર્યું એવું
નામ એનું મારા હદય પર કોતરાઈ ગયું
કેટલીય વેદનાઓ અને પીડાને
આમ હદયના ખૂણે સંતાડવી હતી
પણ જોને ગઝલ બની ચારે કોર ચર્ચાઈ ગઈ
નહોતો લેવો ભાર આ હૈયે પીડાઓનો
પણ જાણે અજાણે કેટલું લેવાઈ ગયું
નહોતી ખરચવી આ જિંદગીની પળો આમ
પણ જોને આમ વ્યથામાં વેડફાઈ ગઈ
કહેવી નહોતી અમારી નિષ્ફળતાની કહાની શબ્દોમાં
પણ જોને મિત્રો થકી અમારી આંખોમાં વંચાઈ ગઈ
આજે એમની સામુ જોવાઈ ગયું
ને આખોથી બધું કહેવાય ગયું