વર્ષ વહેતું ગયું
વર્ષ વહેતું ગયું
ઘણાં આવતાં ગયા
ઘણાં જાતાં રહ્યાં
નવોદિતો મળતાં ગયાં
આમ ને આમ વર્ષ વહેતું ગયું
કદી સાથે કદી અલગથી
નવું નવું ભાથું મળતું ગયું
મળિયુ ઘણું છૂટીયુ ઘણું
કીધું ધણું ને સાભળ્યુ ઘણું
જીવન જીવવાનું ભાથું મળ્યું
આમ ને આમ વર્ષ વહેતું ગયું
નવા નવા લોકો સાથે
હળવા મળવાની મજા પડી
કયારેક ધમકી કયારેક પ્રેમથી
અવનવા લોકોની સલાહો મળી
આમ ને આમ વર્ષ વહેતું ગયું
જીવન જીવવાની દોર મળી
લોકોને જાણવાની તક મળી
કયારેક ગરમ ને કયારેક નરમ
તેવા લોકોની ભરમાર મળી
કોઈ ભળી ગયું, કોઇ તરછોડી ગયું
આમ વર્ષ વહેતું ગયું
