STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Classics Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Classics Others

હે ઈશ્વર.

હે ઈશ્વર.

1 min
279

હે ઈશ્વર કેવી છે તારી કલાકારી !

હું તેના પર જાઉં વારી

લીલો પોપટ ને લાલ કાઠલો

જાણે કોઈ રૂપસુંદરીનાં ભાલમાં ચાંદલો


રંગ બેરંગી પતંગિયાની ભરમાર

અલૌકિક સુંદરતા ભરી તારી સૃષ્ટિમાં અપાર

ખળ ખળ કરતા ઝરણા ને વહેતા નદીઓનાં નીર

આ બાગે પંખીઓ કરે કલશોર

હે ઈશ્વર કેવી તારી કલાકારી


આકાશે ચાંદ તારાઓની હાર

ખુશિયા આપે હજાર

ઝણકાર કરતી ઝરણાની ધાર

ખુશી આપે અપરંપાર

હે ઈશ્વર કેવી તારી કલાકારી


હું કઈ રીતે માનું તારો આભાર ?

શબ્દો નથી મારી પાસે ગાવા તારા ગુણગાન

તારા થકી છે જગતની શાન

હે ઈશ્વર કેવી તારી કલાકારી


તારી રહેમતની વર્ષાથી

જગતમાં દુઃખ નું નહિ રહે નામોનિશાન

તુજ દાતા અને તુજ સર્વ દાતા

હે ઈશ્વર કેવી તારી કલાકારી


તુજ છે અમારી શ્રદ્ધા ને તું જ અમારી શાન

તારા થકી જ સલામત છે અમારી જાન

હે ઈશ્વર કેવી છે તારી કલાકારી ?

એના પર જાઉં હું વારી વારી


Rate this content
Log in

Similar gujarati poem from Classics