STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Classics Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Classics Inspirational

મારું ગાડું ખોવાયું

મારું ગાડું ખોવાયું

1 min
601

કાળિયા ધોળિયા બળદને ગળે બાંધી ઘૂઘરી

કેવો સુંદર અવાજ હતો મારા આ ગાડાનો

ધૂળિયા રસ્તે ચાલતું મારું આ ગાડું

ખેતર વાડીએ પહોંચાડતું મારું આ ગાડું


બપોરના તડકા સમયે વિશ્રામ કરવાનું

સ્થળ બનતું મારું આ ગાડું

અનાજ, ફળ અને શાકભાજીનું

વહન કરતું મારું આ ગાડું


સુંદર સુહાનું હતું મારું આ ગામડું

ચડ્યું ભૂત મને શહેરમાં રહેવાનું

શહેરની રોશનીથી ચકાચૌંધ થઈ મારી આંખો

વેચ્યું ખેતર ને વેચ્યા ખોરડાં

ત્યારે મળી શહેર માં એક ખોલી


ચોખુ દૂધ છાશ ખોયા મે

તાજા શાકભાજીનો સ્વાદ ખોવાયો મારો

ભાઈચારાની ભાવના ખોવાઈ

લાગે બધું પરાયું અહી


પાણીના પણ પૈસા અહી

એક મકાઈ નાં પણ પૈસા અહી

બધું પૈસો જ છે અહી

આંખોનો નેહ ખોવાયો

સ્વાર્થના સગા બધા અંહિ

કિંમતી મારું બધું ખોવાયું



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics