STORYMIRROR

Rekha Shukla

Classics Inspirational

4  

Rekha Shukla

Classics Inspirational

શ્રી કૃષ્ણ

શ્રી કૃષ્ણ

1 min
383

શ્રીકૃષ્ણને ઘરમાં લાવવા સહેલાં છે,

પણ,એને હૃદયમાં પધરાવવા તો,

રાધા થવું પડે.


શ્રીકૃષ્ણને શોધવા સેહલા છે,

પણ સ્વયંને એનામાં સમાવવા તો,

મીરા થવું પડે.


શ્રીકૃષ્ણને ભોગ લગાવવો સહેલો છે,

પણ ભૂખ્યા રહી અન્નનો છેલ્લો દાણો

એને અર્પણ કરવા તો, સુદામા થવું પડે.


શ્રીકૃષ્ણ ભજવા સહેલા છે,

પણ મુશ્કેલ સમયમાં એકેય શંકા વગર,

એને બોલાવવા તો, દ્રૌપદી થવું પડે.


શ્રીકૃષ્ણને મિત્ર બનાવવા સહેલા છે,

પણ, એના વૈભવને નકારી,

એની મિત્રતાને પામવા તો, અર્જુન થવું પડે.


શ્રીકૃષ્ણને ગુરુ બનાવવા સહેલા છે,

પણ, એની શિક્ષાની લાજ માટે,

સ્વયંનું મૃત્યુ સ્વીકારવા તો, અભિમન્યુ થવું પડે.


ઈશ્વર બનીને વરદાન આપવા સહેલા છે,

પણ, ઈશ્વર થઈને માણસની વેદના ભોગવવા તો,

માત્ર શ્રીકૃષ્ણ જ થવું પડે હો !


Rate this content
Log in

Similar gujarati poem from Classics