સ્ત્રી
સ્ત્રી
જિંદગી છે સ્ત્રીની એવી
હૈયે અમૃત ને આંખોમાં પાણી
જિંદગી છે સ્ત્રીની એવી
સ્તનમાં દૂધ ને આંખોમાં પાણી
જિંદગી છે સ્ત્રીની એવી
જાણે વહેતું આ પાણી
છીપાવે હર એકની તરસ
છતાં પોતે રહી જાય એ તરસી
અણમોલ છે આ ગૃહિણી
છતાં કિંમત એની કોઈને ના સમજાણી
વહેંચે સર્વને ખુશી
છતાં પોતાની છુપાવી ખુશીઓ
યુગોથી સહન કરી રહી યાતનાઓ
છતાં હરપળ ખુશ દેખાતી
નારી જ સહન કરી શકે અત્યાચારો
બાકી એ સહન કરવાની શક્તિ ના કોઈમાં
