Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Riddhi Mehta

Tragedy

3  

Dr.Riddhi Mehta

Tragedy

સ્ત્રી હજું મુંઝાય છે !

સ્ત્રી હજું મુંઝાય છે !

1 min
494


એક નારી કેટકેટલાં અવતારે,

જીવનનાં પાત્રો ભજવે છે...

સવારથી રાત સુધી દોડતી એ

પોતાની જાતને તો ભૂલી જતી,

આ કારણે સ્ત્રી હજુ મુંઝાય છે !


કેટલીય ઈચ્છાઓને મારે,

સપનાંઓને તો વિસારે છે..

કોઈનો બસ ઝંખે છે સાથ,

પણ પોતાના ન ઝાલે એનો હાથ,

આ કારણે સ્ત્રી હજુ મુંઝાય છે !


જિંદગીની આ સુંદર સફરે,

જીવનસાથી પણ છોડે સાથ,

ઘણાં હોય છે કારણો આજે,

સ્ત્રી સહ્યાં કરતી રહે છે આજ

આ કારણે સ્ત્રી હજુ મુંઝાય છે !


બહારથી હસતાં એ ચહેરાં,

અંદર હોય છે જુદાં જ મહોરાં,

સ્ત્રી આજે બધે ક્ષેત્રે છે આગળ,

આઝાદીનાં નામે શૂન્ય ગણાતી,

આ કારણે સ્ત્રી હજુ મુંઝાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy