STORYMIRROR

Khyati Anjaria

Tragedy

4  

Khyati Anjaria

Tragedy

સથવારો

સથવારો

1 min
176

એકમેકને વીંટી પહેરાવી કોલ આપ્યા હતા જીવનના,

સપ્તપદીના સથવારે, ફૂલ ખીલ્યા હતા ખુશીઓના,

ખુશીઓની ચાવીથી ખોલ્યા દ્વાર, સંસારરૂપી ઘરના,

બાળકની કિલકારીથી ગૂંજ્યા, ઓરડા ઘર આંગણના,


ક્યાં ખોવાણી ચાવી ખુશીઓની, ઘરને લાગ્યું તાળું?

એકમેકનું ભૂલીને કરવા બેઠા તારું -મારુ,

પૂછે બાળક બધું યે વહેંચાશે, મને કેમ કરી વહેંચશો?

સહિયારી આ મિલકત તમારી, દાનમાં આપી દેશો?


અહં તમારો મોટો તમથી, કોઈ કદી ના ઝૂકશે,

માં બાપના ઝગડા બાળકને પણ નહિ છોડશે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy