STORYMIRROR

Vijita Panchal

Romance

3  

Vijita Panchal

Romance

સથવારો

સથવારો

1 min
194

અજાણ્યાં બનીને મળ્યાં'તા આપણે,

સ્નેહના સરનામે ભેગાં થતાં ગયા..

સપ્તપદીના ફેરા ફર્યા જ્યારે,

વચન અને વિશ્વાસથી વધાવતાં ગયા..


ચાલતાં ગયા જેમ જેમ સંગાથે,

ખુશીઓના વહેણ બંધાતા ગયા...

તારી ને મારી આંખોની નજરથી,

એકબીજામાં સમાતા ગયા...


 લડતાં ગયા ઝઘડતાં ગયા,

 એકબીજાને મનાવતા પણ રહ્યા..

 વ્હાલની નદીઓમાં તણાઈને,

 પ્રેમના સાગરમાં ડૂબતાં ગયા..


 લાગણીઓ અકબંધ રાખીને,

 લાકડીના ટેકે ચાલતાં થયાં..

 સહારો બનીને એકબીજાનો,

 સ્મિતના વરસાદમાં ભીંજાઈ ગયા..


 યુવાની ને ઘડપણ વીતાવી સાથે,

 સપનાં સાકાર કરતા ગયા..

 જવાબદારીઓ સઘળી નિભાવીને,

 જિંદગીની મોજને માણતા રહ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance