સરવૈયું
સરવૈયું
ચાલ ગયા વરસનું સરવૈયું કાઢીએ રે,
રહેલ બાકી જે મુકામ,
એ ફરીથી ચઢીએ રે,
અણગમાને સઘળાએ છોડ્યા એવા કઈ,
ધાર્યું મનનું કરવા લડ્યા એવા કઈ,
બાધા કેરી વાડસઘળી તોડી રે,
જ્યાં જ્યાં નપહોંચાયું,
એવું મનમાહી ઘણું છે સમાયુ,
કરુણા કાજ ગયા દોડીદોડી રે.