STORYMIRROR

Aswin Patanvadiya

Inspirational

2.5  

Aswin Patanvadiya

Inspirational

સરસ્વતી વંદના

સરસ્વતી વંદના

1 min
28.7K


એકવાર આવો મા સરસ્વતી,

આવો, આવોને મા સરસ્વતી,

બીરાજો અમારી શાળામાં,

બીરાજો અમારા રુદિયામાં,

એકવાર આવો...


શાળા અમારી સ્વચ્છ સુંદર,

જેવું આશન તમારું સ્વેત કમળ.

ધ્યાન ધરી પ્રાર્થનાઓ કરતા,

જેમ મયુર તમારા ટહુકા કરતા.

એકવાર આવો...


બાગ બનાવ્યો, સ્વેત ફુલડાનો,

તુંને ગમતા જે ફૂલ મોગરાના,

માં તુને નમીએ વારંવાર,

મુંને આશીષ આપોને વિદ્યાના.

એકવાર આવો...


મા દિપ જલાવી, ધુપ ધરું,

મા “સ્નેહ” ધરી વંદન કરું.

દિપ જલાવે અજ્ઞાન હટે,

તેમ ધુપ જલાવે જ્ઞાન વધે.

એકવાર આવો...


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Inspirational