STORYMIRROR

Meena Mangarolia

Inspirational Classics

2  

Meena Mangarolia

Inspirational Classics

સરનામું

સરનામું

1 min
13.1K


શાને રીસાવ છો મારા શ્યામ

સુંદર કાના..?

વરસો વિત્યા કાના,

નથી તારી તાર કે ટપાલ...

એવી તો શું થઈ ગઈ છે મારી 

મોટી ભૂલ...?

સરનામું ગોતી ગોતી થાકી કાના...

પણ કયાં ય ના મળ્યું, તારુ સરનામું...

આવવું તો ઘણું તને મળવાને કાજ...

પણ મારે તને કયા સરનામે ગોતવો કાના...

મન મારું બહાવરુ થયુ કાના...

ઈન્ટરનેટ પર સર્ચ કર્યું...

પણ ત્યાં ય ન વાગી તારી મોરલી...

હું કયા પાડું તને સાદ...?

કે નથી તારો વહોટસપ પર કે

નથી તારો ફેસબુક પર પ્રતિસાદ...

ઈમેલ તો મને કાના આવડે નહીં...

અને ગોપીઓ કરે મારી ઠેકડી...

આ તારી રાધાની મૂંઝવણનો નહીં પાર...

હવે આવો રે કાના તમે આવો રે...

મને મલવાને માટે આવો આજ...

તારી રાધ કરે છે એક પુકાર...

        


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational