STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

સરિતા

સરિતા

1 min
162

લીલેરાં રંગમાં, ધરતીની સંગમાં,

નદીઓનાં નીર મહીં,

ચાલી એ તો દરિયાં સફરમાં,


ઉછળેને કૂદે એ તો,

ખીણોને ડુંગરથી નીકળે એ તો,

ખળખળ વહેતાં સ્વરમાં,

ગુંજતાં મીઠાં એના રે નાદ,


ફેલાવી લીલેરી ઝાઝમ,

નીકળું હું તો જયાંથી રે, 

બની આશરો પશુ, પંખીડાંનો,


કોઈ મને ઝરણું કહે રે,

કોઈ રે કહે છે મને સરિતા રે,

જીવનની જીવાદોરી બની,

જાવ છું ખારાં ને મળવા,


મુકામ છે મારું એ તો,

મીઠાં ખારાના જળમાં,

ઊડી ઊડી ગગને વસ્યાં અમે,

વાદળ બની ધરા પર વરસ્યાં,


વહેણ છે કહેણ મારું,

મસ્તી છે મનરાગ મારો,

ગુંજન ઘેરા નાદ વનરાઈમાં,

પંખીડાનાં કલરવ તણાં,

ચાલતાં પા પા પગલી,

મુકાલ છે મારુ ખારાં જળમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama