Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

સરદારનું ગીત-પ૪

સરદારનું ગીત-પ૪

1 min
572


કાર્યોમાં કૂચ (ઈ.સ. ૧૯૩૬)


વર્ધા રહેલ ગાંધીનું, વધ્યું લોહી દબાણ રે;

ને હરિજન ફાળાનું, ઝોકે ચડયું વહાણ રે.

ઉપાડે ભાર ફાળાનો, હર્ષથી સરદાર રે;

બે દિવસે કરી દીધા, ત્યાં પચાસ હજાર રે.


ગાંધીને લાવવા માટે, વર્ધા જઈ ચડેલ રે;

ગુજરાતે પહોંચીને, આરામમાં રહેલ રે.

કામ સંમેલનોનુંય, ચલાવે સરદાર રે;

ગાંધીને લાગવા દે નૈ, થોડો-ઘણોય ભાર રે.


રોકાય બારડોલીમાં, દિવસ ત્રણ-ચાર રે;

પછી વર્ધા જવા માટે, ઉપડે સરદાર રે.

યુકતપ્રાંતે જઈ કહ્યાં, દર્દ ભરેલ વેણ રે;

પછી કહેલ લોકોને, વર્તમાન વહેણ રે.


નહેરૂની કરી વાત, કહે કરેલ કામ રે;

દેશ માટે કરે ત્યાગ, સગવડો તમામ રે.

બહાદુરી કિસાનોની, લોકો સામે ધરેલ રે;

ને તેઓની ખુમારીની, બધી વાતો કહેલ રે.


કોંગ્રેસ લખનૌ સ્થાને, માર્ચ માસે ભરાય રે;

પ્રમુખ પદનો તાજ, નહેરૂને અપાય રે.

આ સમયે ફસાયેલા, તાવમાં સરદાર રે;

શરદી તાવ ખાંસીથી, જૈ શકે ન બહાર રે.


ઝલાયાં ફેફસાં બેય, પથારીવશ થાય રે;

ને નંદીદુર્ગના સ્થાને, લેવા આરામ જાય રે.

મહિનો એક આરામે, વિતાવે સરદાર રે;

ત્યારે શરીરમાં આવ્યો, શક્તિનો અણસાર રે.


નગારાં ચૂંટણી માટે, વગડતાં થયેલ રે;

ઉમેદવારની શોધે, સરદાર રહેલ રે.

પ્રચાર કરવા તેઓ, આખા દેશે ફરેલ રે;

હિમ સમાન ઠંડીની, પરવા ન કરેલ રે.


**

તટસ્થ કામને લીધે, નિંદા પડી વહોરવી;

ત્યાં ફૈઝપુર કોંગ્રેસ, આવી લૈ તાજગી નવી.

(ક્રમશ)


Rate this content
Log in