STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Others

સ્પર્શ

સ્પર્શ

1 min
207

અલ્લડ હવાનો માદક સ્પર્શે તારી યાદોની વણઝાર લઈને આવે છે,

જેમ વસંતના સ્પર્શે મહેકે બાગબાન

એમ મહેકે મારા દિલનો બાગ,


તું મારા દિલની વસંત

તારા સ્પર્શે મહેકે મારુ તનમન

તારી નજરનો સ્પર્શ કરે મને ઘાયલ

વીંધાય મારુ હૈયું

જેમ વીંધે પંખી ને એકલવ્યનું બાણ,


તારા સ્પર્શમાં આ કેવો જાદુ

લોહ મટી હું સુવર્ણ બની

તારા સ્પર્શમાં આ કેવો જાદુ

પથ્થર મટી હું મૂરત બની

તારાં સ્પર્શે હું કાચ મટી કંચન બની ગઈ,


તારા સ્પર્શમાં આ કેવો જાદુ

હતી ઉદાસીનતાની મૂરત

પણ તારા સ્પર્શે હું જીવંત ગઝલ બની ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance