સ્પર્શ - અડવાના સ્પંદન
સ્પર્શ - અડવાના સ્પંદન
પાછો વળી, હું,
વિચલિત કોઈના;
સ્પર્શે થયો છું.
તમે સ્પર્શ્યા તે,
અંગે, ખાલીપો રહ્યો,
વર્ષોના વર્ષો !
મધુર સ્પર્શ !
સરસ સ્મૃતિઓને,
જગાવી રહ્યો.
સિવાય તારા,
સ્પર્શવાની હિંમત;
નથી કોઈની.
એ અણોહરો,
સ્પર્શ તારો, સલૂણો;
બોલ્યો છે બહું.
સ્પર્શ માણવા,
મીઠો ! જોગ જોઈને,
તારે; આવવું.
સ્પર્શે સ્પર્શે "તું"
અનોખો અનુભવું,
બહુરૂપિયો.
સ્પંદન તારા,
રણઝણે, ઉરમાં,
ઝાલર વાગે.
સ્પર્શીને તને,
ધન્યતા, અનુભવે,
પથ્થર છતાં.
અનેરું સુખ,
પાષાણ પ્રતિમાએ,
સ્પર્શ કરીને !
સુંવાળા સ્પર્શે,
સ્પંદન જાગે, ઊઠી,
ટેરવાં બોલે !
કામને લઈ,
ટાળતો રહ્યો, તને;
'વે, ટળવળું !
ઉંબર આવ્યો;
તારા દર્શન, પામી,
થયો ધરવ !
ભલો પથરો,
સ્પર્શ ટાંકણા થકી;
પારસમણિ !
તીવ્ર વેદના,
સહન કરી, એણે,
તો પૂજ્ય થયો !
