STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સપનું.

સપનું.

1 min
348

સપનું મારું સતત મરતું રહ્યું,

મૃત બની આંખોમાં તરતું રહ્યું,


ખુલ્લી આંખે રેત જેમ સરતું રહ્યું,

અશ્રુ બની આંખે ફરતું રહ્યું,


વિચારોના ઘાસ ચરતું રહ્યું,

કલ્પનાની દુનિયામાં ફરતું રહ્યું,


આ હૈયું ડૂસકાં ભરતું રહ્યું,

તોયે આ મન નવા સપનાં સજતું રહ્યું,


આ આત્મ ઈશ્વરને ભજતું રહ્યું,

તૂટેલાં સપનાંને ભેગું કરતું રહ્યું,


ઈશ્વર કૃપાથી સપનું હકીકત બનતું રહ્યું,

બસ આ મનડું ઈશ્વરમાં રાચતું રહ્યું,

બસ એ પળથી મને આ જગ જાચતું રહ્યું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational