STORYMIRROR

Dina Chhelavda

Inspirational

4  

Dina Chhelavda

Inspirational

સ્પંદન શું હોય એવું પુછીએ

સ્પંદન શું હોય એવું પુછીએ

1 min
407

પાંદડીમાં સરતી આ ઝાકળની બુંદોને

સ્પંદન શું હોય એવું પૂછીએ !

લાગણીમાં ખીલતા એ સોનેરી રંગોને

છલકાતી મોજ વિશે પૂછીએ !


થડમાં તો વેદના જો એવી વલોવાય

કે ડાળીએ બુંદો થઈ નીતરે !

સુખ સાથે આમ તો જળનો આભાસ

તાપે ચળકે ને ક્યાંક વળી ભીતરે !


કાગળની હોડીને છીપલે શણગારી

આજ કાંઠે તરવાને કાંઈ મુકીએ !

દરિયાના સ્પર્શે એ લાગણી અમારી

એને ઉછળતી મોજ વિશે પૂછીએ !


સપ્તર્ષિ તારા મઢેલી આ રજનીને

મ્હેંકાવે ફૂલોની રાણી !

રોશનીમાં ચાંદની ખીલતી ચ્હેંકતી 

ને પ્રેમીઓ છે એના બંધાણી !


મૂળિયાના બીજને આંબવું છે આભે

એ લાગણીને કેમ અવગણવી !

ઝાકળ'શી જિંદગી એ પાંદડીમાં છલકે

એને સ્પંદનના સ્પર્શે ગણગણવી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational