સપના
સપના
સપનાં મારા,
ધતુરાના ફળ જેવા,
બંધ આંખોમાં
ઉગી નીકળતા.
ગમે ત્યારે રાતમાં
ચુપચાપ આવતા,
જાણ કદી ન કરતાં.
આંખો ખુલતા,
કરમાઈ જતાં,
થોડા શરમાઈ જતાં.
પાંપણો વચ્ચે,
અટકાતા રહેતા,
દિવસ ભર,
ડંખ મારતા રહેતા,
ખુબ કનડતા રહેતા.
હવા અને પાણી,
ક્યાં સારા છે મારા,
છતાં એતો રોજ,
આવતા રહેતા.
