સફળતા
સફળતા
સ્પર્ધા છે જીવન આપણું
ને સ્પર્ધક દુનિયા આખી
બનીએ લડવૈયા
હૈયે હામ રાખી
જીવન છે સંઘર્ષનું ઝરણું
વિઘ્નોના પહાડ કરી પાર
કરીને દ્રઢ સંકલ્પ
ભેદી વિઘ્ન તરણું
છોડીને સરળ રાજમાર્ગ
કંડારી કપરી નવી કેડીઓ
સ્વ સંગે કરી સ્પર્ધા
સફળતા કેરું હાર્દ
સમજી શાણપણની વાત
હરીફોને દઈ કારમી માત
કસીએ તન ને મન
કરીને શ્રમ દિનરાત
