STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સોય દોરા વચ્ચે થઈ તકરાર

સોય દોરા વચ્ચે થઈ તકરાર

1 min
194

એક દી સોય દોરા વચ્ચે તકરાર થઈ ગઈ,

બંને વચ્ચે જોરદાર લડાઈ થઈ ગઈ,


સોય કહે હું મોટી તું નાનો,

મારા વગર તું સાવ નકામો,


દોરો કહે મારા વગર તું નકામી,

મારા થકી છે બધી તારી નવાબી,


દોરો ચાલ્યો સીવવા એકલો એકલો,

સોય ચાલી સીવવા એકલી એકલી,


બંને પાછા ફર્યા, એકબીજા વગર કશું ના કરી શક્યા,

બંનેને વાત સમજાય ગઈ,


એકબીજા વિના બંને અધૂરા,

બંનેના સંબંધ બન્યા મધુરા,


દરેક માનવ પણ આ બંને સમાન,

કોઈ સોય તો કોઈ દોરા છે,

એકબીજા પર છે આધારીત,

એકબીજાના વિના છે એ બિચારાં,


સોય દોરો તૂટેલાને સાંધે,

એકબીજાનો મિલાપ કરાવે,

જોડવાનું એ કામ કરે,

નવું રૂપ નવો ઓપ આપે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational