સોનેરી
સોનેરી
ઊગતા સૂરજની લાલીમાં મરડે તું આળસ ને
રણકે એક ઝાંઝરીનો રણકાર...
ગગનને ચૂમવા તારા અધરોનું સ્મિત ને
ઘાઘરીની ઘુઘરીઓ નો રણકાર....
વૃક્ષ પરથી ઢળી પડેલા છેડલાને સંકોરવા
બેબાકળા તારા કંગનનો રણકાર...
અર્ધનયને મળી નજરું ને પછી શરમાઈ ગઈ
ઉજાગરાથી રાતી આંખો ઘાયલ મુજને કરી ગઈ...
મોગરાના ફૂલની ચીમળાયેલી કળીઓની
મહેંક મારી સાંસમાં ભરી ગઈ...
ઝીણાં વણાંકની ગેહરી મેંદીને લાલ ચટક બિંદી
સોનેરી તું તો મને જ રંગી ગઈ...