સોહામણી સવાર
સોહામણી સવાર
સોહામણી સવાર પડી
વરસાદ મ્હેર કીધી
ભાઈ મોસમની માયા આવી,
નદીઓના પાણી નીતર્યા
લોકોને જળ જડયા
ભાઈ મોસમની માયા આવી,
લીલી લહેર બાજરી પાકી
રોટલાની રેલમછેલ આવી
ભાઈ મોસમની માયા આવી,
મીઠા વાયરાની મુલાકાત આવી
પાકની લણણી લાગી
ભાઈ મોસમની માયા આવી,
સાથે સાથે કામ કરીએ
દેશને આબાદ કરીએ
ભાઈ મોસમની માયા આવી,
કમાવનારો છે માનવી
દેવાવાળો છે ભગવાન
ભાઈ મોસમની માયા આવી.
