STORYMIRROR

jignasa joshi

Inspirational Others

4  

jignasa joshi

Inspirational Others

સંતોષ અસંતોષ

સંતોષ અસંતોષ

1 min
254

રાખીએ જો જીવનમાં સંતોષ મળશે શાંતિ અપાર,

નહીં હોય તો જીવનમાં થાશે ઉચાળા અપાર,


અસંતોષી જીવ ક્યારેય કદી ન સુખી થાય,

મરતો મરતો આવે ને મરતો મારતો જાય,


નસીબમાં હશે તે મળવાનું છે બાતલ ક્યાંય ન જાય,

વગર નસીબનું મેળવવા શું કામ દોટ મુકાય,


ભૂખ્યાં કોઈને નહીં સુવાડે નહીં ઉઠાડે ભૂખ્યાં,

કીડીને કણ હાથીને મણ મળશે જરૂર અહીંયા,


રોટી કપડાં ને મકાન મળે તે નસીબદાર,

ભોગવી લે જે મસ્ત જીવન એ જ નસીબદાર,


સંતોષ રાખી જીવનમાં કરીએ સારાં કર્મ,

દાન-પુણ્ય ને સેવાથી ઉજાગર કરીએ ધર્મ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational