STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

2  

Chaitanya Joshi

Inspirational

સંત સ્વભાવ.

સંત સ્વભાવ.

1 min
14.7K


જળમાં ડૂબતા વીંછીને એ બહાર લાવે,

તોય તમોગુણી વીંછી એને જ ડંખ મારે,


ડંખ મારી પુનઃ જળમાં પડી જનારો એ,

તોય કરુણામૂર્તિ ફરીફરીને એને બચાવે,


ઘટનાક્રમ પુનરાવર્તન પામતો રહ્યો કેવો!

તોય દયા લાવી પયગંબર બહાર કાઢે!


કોઈ કહે તમે એ ડંખનારને શાને બચાવો?

ત્યજે ન વીંછી સ્વભાવ શું મારે તજવો?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational