Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ragini Shukal

Romance

3  

Ragini Shukal

Romance

સંગીત

સંગીત

1 min
995


આજ તો અનોખી ને,

સોનેહરી કિરણોની  પડી સવાર


પેલો સમીર લહેરાય મંદ મંદ,

લહેરખી વગાડતો,

પેલી ઝાંકળ પુષ્ષ પર,

મોતી સમી ચમકે,

ડોકયાં કાઢે મારી સામે

ને સૂર સંગીત છેડે,


પેલા આસમાનમાં પરિંદાઉડતાને,

ધીમે તિમિર અવાજ કરતા,

પર્વત પરથી વહેતા પાણી ખળખળને,

પથ્થરથી ટકરાતા થાતો સંગીતમય દ્વન્દં,


કૂવે ભરતી પનિહારીઓ ભરતી બેડલાને,

વાગતો મધુર ઝાંઝરનો રણકાર,

કોયલને મીઠો ટહુકેાને,

મીઠી સંગીતમય વાણી,


જેમ પેલા ભમરાનું,

મધુકર સાથે ગુંજન કરે,

રકતવર્ણા કેસરી કેસૂડાંના પુષ્પો સંગ

કેવો છેડાતો સપ્ત સૂર,


ને પછીપોપટ, ચકલા, મોર પણ

મંડી પડતા સૂર લેવા,

મહેફિલ સજાવતા નવરંગી,

હે પ્રિયે મને ગીત ગણગણવા દેને 

તારા પ્યારનું,


પ્રકાશ ફેલાવા દે તારી પ્રિતનું,

ઘંટારવ બની ગુંજું તારીજિંદગીમાં,

તારી પ્રીતડી બની ને ગાયા કરુ,

પ્રેમના ગીત સંગીતમાં,

ડોલું હું તારી સાથે.


સંગીતની મહેફિલ સજાવું તુંજ સંગ,

મને કવિતા ગમે કેમકે,

મને મારી ભાષા ગમે,

એ ચિત્ર મારી જીવનનું,

સંગીત બને.


ફૂલ ઝૂકે ડાળ પર એમ,

હું ગુનગુનાવુ સંગીત,

શબ્દોનાં શ્વાસ દ્વારા,

મેહુલયાનાં સુરીલી સંગીત

છેડાવે પ્રણય,


મૌન થયેલા હોઠની,

મૌનમય સંગીત રચાય,

કેટલી તમન્નાઓ જાગેને,

પેલા સૂરજના ઢળ્યાં પછી,


ને રાહ જેાવું દરવાજા પર,

ધડકતા દિલનો રણકાર,

સંગીત મય વાગે,

પીયું તારા માટે.


Rate this content
Log in