Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhairvi Maniyar

Romance

4.3  

Bhairvi Maniyar

Romance

સંગે આયખું વાગોળીએ

સંગે આયખું વાગોળીએ

1 min
186


ચાલને ભેરુ સંગે બેસી, આયખું વાગોળીએ,

રમતીલો તું હતો ને અલ્લડ હુંયે,

મોટેરાંનું માન જાળવતાં તોયે,

ચાલને ભેરુ સંધ્યાની વાત્યું વાગોળીએ,


બાળગોપાળને રાખ્યાં’તાં હૈયે,

મોટા થઈ ઊડી ગયાં નવે ખેતરિયે,

હોંશથી વળાવ્યાં બાળ ભારે હૈયે,

ચાલને ભેરુ હેતભર્યું હૈયું રેલાવીએ,


દાયકાથી આપણે સૌને સાચવીએ,

એકલાં હું ને તું રહ્યાં મનને મંદિરિયે !

દાયકા વિતાવશું હવે હામ ભરી હૈયે,

ચાલને ભેરુ વ્હાલથી આયખું વાગોળીએ,


કાળજાંના કટકાને આશીષ દઈએ,

હાથલાકડી હવે જાતે જ બનીએ,

ઝાંખું વરતાય ભલે આપણી આંખડીયે,

ચાલને ભેરુ એકમેકની ઓથ બની જીવીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance