સ્નેહનો વરસાદ
સ્નેહનો વરસાદ
મોસમનો પહેલો વરસાદ ધરતીને ભીંજવે છે,
એમ તારા સ્નેહનો વરસાદ અંતરથી નીતરે છે,
વીજળીનો ચમકારો નભે તેજ લીસોટો સર્જે છે,
તારી મુલાકાતોની યાદમાં આંખેથી અશ્રુ વહે છે,
વરસાદી જળથી ભૂમિ ચોમેર રસભીની બને છે,
તારી લાગણી હૃદયે ઝીલી મન સંતૃપ્ત બને છે,
વરસાદી પવનથી વાતાવરણ આહ્લાદક બને છે,
તારા હાથનો મૃદુ સ્પર્શ રોમરોમ પુલકિત કરે છે.

