સ્નેહનાં સથવારે
સ્નેહનાં સથવારે
કેવી સિંદુર વરણી રંગોળી પૂરી છે
ખુલ્લાં આકાશમાં,
સ્નેહનાં સથવારે મળે જો સાજનનો સાથ,
શબ્દો વગરની સૂની છે સાંજ અને
હોય પિયુનો હાથ,
દિલમાં પ્રેમની આશ છે, લહેરોની
વણજાર છે,
કાળા, ધોળા વાદળોની મસ્તીભરી
ભાત છે,
સમી સાંજે સાજન અને હું મળીએ તો શું વાત છે,
ઉકેલીએ આંખોની ભાષા અને મૌન બનીને,
ઢળતો સૂરજ, પંખીઓનાં કલરવ
પૂરે છે સંગીત,
લાગણીઓ વહાવીને એકબીજા તરસે છે મન.

