STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

સ્નેહ સ્પંદનો

સ્નેહ સ્પંદનો

1 min
26.9K


સ્નેહ સ્પંદનોને કૈંક એવી રીતે પ્રસાર,

કે હૈયું આખું ટેરવા સુધી પ્રેમથી વિસ્તરે.


એક અષાઢ ઉમટી જાય ભીતર ભીતર,

ને વાદળ વ્હાલનું ફાટીને આંખેથી ઊભરે.


મારા ખાલીપાના સરોવરમાં ઝિલું તને શ્યામા,

પાળો પ્રેમની બાંધી હસ્તી મારી તને સંઘરે.


પછી ભરી લઉં કામણ સઘળાં કાજળમાં,

તારી ચાહ હોવા છતાંય તું પછી શેં નિકળે.


તારી યાદોની 'પરમ' હૂંફથી આવીને તું જો,

અસ્તિત્વ મારું "પાગલ" થઈને કેવું પીગળે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance