સંબંધ
સંબંધ
સૂર્ય ને ચંદ્રનો સંબંધ,
કેવો અદ્દભુત ને અલૌકિક !
સાથે ન હોવા છતાં,
સાથ નિભાવી જાણે.
આ આત્મીયતા કેવી!
એક પ્રકાશ પાથરી જાણે,
બીજો એને ઓઢી જાણે...
એકની ગેરહાજરીમાં, બીજું સાચવી જાણે.
સૃષ્ટિ નું ચક્ર નિરંતર રાખે,
પ્રકૃતિને કેવી આહ્લાદક રાખે!