સંબંધ એટલે
સંબંધ એટલે
સંબંધ એટલે એક એવું બંધન,
જે રાખે છે પતંગરૂપી મનુષ્યને,
સ્થિર અનિશ્ચિતતાના આકાશમાં,
સંબંધ એટલે એક એવો બંધ,
જે રાખે છે લાગણીઓને સંગ્રહિત,
કાળી એકલતાના દુકાળમાં,
સંબંધ એટલે એક એવું શૂન્ય,
જે રાખે છે પ્રેમને મૂલ્યવાન,
ક્રૂર આંકડાઓના બજારમાં,
સંબંધ એટલે એક પ્રાચીન સંભારણું,
જે રાખે છે અનુભૂતિઓને જીવંત
આ વિશ્વનાં ઇતિહાસમાં,
સંબંધ એટલે એક અદ્ભૂત મીનાકારી,
જે રાખે છે જીવનને રંગીન,
કાળા અને સફેદ ચહેરાઓમાં !