STORYMIRROR

Dr Sejal Desai

Inspirational

4  

Dr Sejal Desai

Inspirational

સંભારણા

સંભારણા

1 min
573

કલમની શ્યાહી ભલે ને ખૂટી જાય,

સદ વિચારોનું ઝરણું અવિરત વહે સદાય.


પીંછીના રંગો ભલેને સૂકાય જાય,

જીવન મેઘધનુષી રંગોથી રંગાય સદાય.


વીણાના તાર છોને આમ તૂટી જાય,

જીવનમાં સુમધુર સંગીત રેલાય સદાય.


સફરમાં સાથી ભલે ને વિખૂટાં પડી જાય,

એમની યાદોનાં સંભારણા અકબંધ રહે સદાય.


સ્નેહના તાંતણા ભલે ને ગૂંચવાઈ જાય,

એમની લાગણીઓ ઝંખશે આ દિલ સદાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational