Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Inspirational

5.0  

kusum kundaria

Inspirational

સમયના માપણે મોજથી જીવી લઇએ.

સમયના માપણે મોજથી જીવી લઇએ.

1 min
167


જીંદગીની કશમકશમાં આપણે,

મોજથી જીવી લઇએ,

ભલે આવે દુ:ખ-દર્દ એના તાપણે,

મોજથી જીવી લઇએ.


કદી ભરતી ને વળી કદી ઓટ,

એ તો ક્રમ છે કુદરતનો,

રાખી ધીરજને પછી ડહાપણે

મોજથી જીવી લઇએ.


ન જાણ્યું'તું જાનકી નાથે,

કાલ સવારે શું થવાનું છે,

ફિકર છોડો, સમયના માપણે

મોજથી જીવી લઇએ.

આંખ છે આ તો સુખ-દુ:ખમાં,

છલકતી રહેવાની,

ખુશીના આંસુ ભરી લો પાંપણે,

મોજથી જીવી લઇએ.


ગાડી-બંગલાને ધન-દોલત,

મળે કે ન મળે શું થયું ?

એક ગજ કાપડના ખાંપણે,

મોજથી જીવી લઇએ.


Rate this content
Log in