STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Tragedy

3  

Ashuman Sai Yogi Ravaldev

Tragedy

સમય

સમય

1 min
345

હું સમયને પકડીને ચાલું છું, સમય મને પકડીને ચાલે છે,

અજવાળામાં ડોકીયું કરાવી, તે મુજને અંધારા દેખાડે છે,


વહેતા પ્રવાહમાં સઘળું ભૂલવી, યાદોથી રોજ રડાવે છે,

ગયું ગુજરુ ભૂલવી, નવા સબંધો બનાવી બધે બગાડે છે,


છૂટી જાય જો કોઈ સાથી, તો નકામો તેને બનાવડાવે છે,

ચહેરે ચહેરે મને આજીજી કરાવી, પ્રેમભિખારી બનાવે છે,


છુટકારો જોઈએ તો જુલ્મ કરી મુજ પર હાક જમાવે છે,

હું સમયને પકડીને ચાલું છું, સમય મને પકડીને ચાલે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy