STORYMIRROR

Mittal Purohit

Drama

4  

Mittal Purohit

Drama

સમય

સમય

1 min
414

ન તારાથી બંધાયો, એ ન મારાથી બંધાયો, 

 સાંધવામાંની કોશિશ બધા કરે, પણ કોઈથી ન સંધાયો...


 નિયમ પ્રમાણે રોજ ટકોરો એ તો જાય મારી,

 કરે છે હસતાં સૌની જિંદગીઓએ ભારી..


ગયા પછી એ પાછો આવતો નહીં ફરી કદી,

જેમ આગળ જાય તેમ એ બનતો જાય સદી.. 


 પૈસાવાળાઓ એને ખરીદવા ય જો જાય,

અરે! અજવાળે ય એ તો ઠોકર જ ખાય..


સમયરુપી રેતીનો આપણે સૌ છીએ શણગાર,

નહીં સમજીએ એને તો પડશે સમયનો માર..


વહી જતી પળોને તો કેમે ય ન રોકી રખાય,

સરકતી જશે હાથમાંથી એ યુગો બનતી જાય....


Rate this content
Log in

Similar gujarati poem from Drama