STORYMIRROR

Manishaben Jadav

Fantasy

3  

Manishaben Jadav

Fantasy

સમય યાત્રા

સમય યાત્રા

1 min
134

જુએ નહીં રાહ, ગતિ ન રોકે,

એકની પાછળ એક સદા દોડે,

સમય કેરી યાત્રા સતત રહે ચાલતી.


જે જુએ રાહ બેઠા તક,

એને મળે નહીં એકે હક,

સમય કેરી યાત્રા સતત રહે ચાલતી.


ન એને કોઈ નાના કે મોટા,

એતો સદા ફર્યા કરે આંટા,

સમય કેરી યાત્રા સતત રહે ચાલતી.


ચાલીએ જો આપણે એની સાથે,

વિકાસ યાત્રા પ્રગતિના પંથે,

સમય કેરી યાત્રા સતત રહે ચાલતી.


મોહ અને માયાથી એ પર,

સરખો રહે સાથ સૌ ઉપર,

સમય કેરી યાત્રા સતત રહે ચાલતી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy